આ પહેલીવાર નથી જ્યારે નેતાઓ રાહુલને લોકસભામાં કોંગ્રેસનો ચહેરો બનાવવા ઈચ્છે છે, પરંતુ તેઓ આ પદ સંભાળવાનો ઈન્કાર કરતા રહ્યા છે. ખાસ વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષી મોરચાના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેઓ હવે લોકસભામાં પણ આ ભૂમિકા ભજવી શકે છે.કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે તેઓ વિપક્ષના નેતા બને. પરંતુ હજુ સુધી તેના પર કોઈ ચર્ચા થઈ નથી. જોકે, પાર્ટીના નેતાઓ પણ એવું જ ઈચ્છે છે.
2019ની જેમ રાહુલે 2024નીલોકસભાની ચૂંટણીપણ દેશની બે બેઠકો પરથી લડી હતી . જેમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠકનો સમાવેશ થાય છે. 2019થી વિપરીત તેમણે એકને બદલે બંને બેઠકો વિશાળ માર્જિનથી જીતી હતી. હાલમાં રાહુલે એ પણ નક્કી કરવાનું છે કે તેઓ રાયબરેલીમાં રહેશે કે વાયનાડ જશે.