નેત્રંગ માંડવી રોડ પર આવેલા કવચિયા ગામ પાસે બાઇક અને બોલેરો ગાડી વચ્ચે અકમાત થતા બાઇક ચાલક ને ગંભીર ઈજાને પગલે બારડોલી હોસ્પિટલ ખાતે લઇ જતા રસ્તામાં જ મોત નિપજ્યું હતું, બનાવ સંદભે નેત્રંગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,
નેત્રંગ થી માંડવી રોડ પર કવચિયા ગામ નજીક એક ફોર વ્હિલ ગાડી અને એક મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાયકલ સવાર યુવકનું મોત નીપજ્યું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે રહેતો અશ્વિનભાઇ મોતીસિંગ વસાવા નામનો યુવક ગતરોજ તારીખ પાંચ જૂન માં રોજ મોટરસાયકલ લઇને માંડવી નેત્રંગ રોડ પર જઇ રહ્યો હતો ત્યારે તે દરમિયાન કવચિયા ગામના બસ સ્ટેન્ડથી આગળ નેત્રંગ તરફ જતાં એક ફોર વ્હિલ ગાડી સાથે તેની મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં અશ્વિનભાઇ લોહીલુહાણ થઇને મોટરસાયકલ સાથે નીચે પડી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. ઉપરાંત તેને શરીરના અન્ય ભાગોએ ઇજાઓ થઇ હતી. અકસ્માતની જાણ થતાં તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ બોલાવીને ઇજાગ્રસ્ત યુવક અશ્વિનભાઇને ઝંખવાવ લઇ જવાયો હતો ત્યારબાદ વધુ સારવારની જરૂર જણાતા તેને બારડોલી લઇ જવાતો હતો ત્યારે તે દરમિયાન માંડવી નજીક રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના કાકા મોહનભાઈ અભેસિંગ વસાવા રહે.ગામ નસારપુર તા.ઉમરપાડા જિ.સુરતનાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત કરનાર ફોર વ્હિલ ગાડીના ચાલક મુકેશકુમાર શંકરલાલ યાદવ રહે.આનંદપુરી બાગીદોરા જિ.બાંસવાડા રાજસ્થાનના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.