Satya Tv News

4 જૂને સંસદ ભવનના ફ્લેપ ગેટ પર CISF જવાનો રૂટિન પાસ ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન CISFના જવાનોએ 03 મજૂરો કાસિમ, મોનિસ અને શોએબને પકડ્યા કે જે નકલી આધાર બતાવીને PHCમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે, તેઓને ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા ભાડે રાખવામાં આવ્યા હતા અને તેઓ આઈજી 7માં MPના લોન્જના બાંધકામમાં રોકાયેલા હતા. તમામ 03 મજૂરોને વધુ તપાસ માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.

ત્રણેય લોકો પર બનાવટી અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રણેય તેમના આધાર કાર્ડ બતાવીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન CISF જવાનોને તેમના કાર્ડ શંકાસ્પદ જણાયા હતા. ત્યાર બાદ જ્યારે આધાર કાર્ડની તપાસ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું.આ ત્રણ ઇસમો ઝડપાયા બાદ સંસદ ભવનની સુરક્ષા માટે તૈનાત અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને તેમની પૂછપરછ કરી. તપાસ દરમિયાન એ વાત સામે આવી કે, ત્રણેયને ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા નોકરીએ રાખવામાં આવ્યા હતા. તેઓ આઈજી 7માં MP લોન્જના બાંધકામમાં રોકાયેલા હતા. ત્રણેયએ ક્યારે, ક્યાં અને કેવી રીતે આધાર કાર્ડ બનાવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

error: