ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તણૂકના મામલામાં નવા તથ્યો સામે આવ્યા છે. થપ્પડ મારવાના આરોપી CISF જવાનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલા CISF કર્મચારી શું કહી રહી છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે તે ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતના જૂના નિવેદનથી ખૂબ જ નારાજ છે. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં CISFની મહિલા જવાન કહે છે, ‘તેણે(કંગના)કહ્યુ હતુ કે ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100-100 રૂપિયા લઈને બેસતી હતી. મારી માતા પણ ત્યાં હતી.
સાંસદ દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં સામે આવ્યું છે કે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેને ફ્લાઇટમાં દિલ્હી આવવું પડ્યું. જ્યારે તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌરએ તેને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રનૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF મહિલા જવાનને કસ્ટડીમાં લેવામાં આવી છે.આ સાથે એ પણ સામે આવ્યું છે કે આરોપી CISF મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને તેની વિરુદ્ધ FIR નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીઆઈએસએફના વાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતના નિવેદન પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહી છે.