Satya Tv News

128 મિલિયન વાર જોવાયેલું આ ગીતને યુટ્યુબે ડીલિટ કાઢી નાખ્યુ.પાકિસ્તાનના સોશિયલ મીડિયા સેન્સેશન ચાહત ફતેહ અલી ખાન તેના ગીતોને કારણે ચર્ચામાં છે. એક પછી એક ગાયકો પોતાના ગીતો રજૂ કરી રહ્યા છે. પરંતુ તેનું એક ગીત ‘બદો બદી’ ખૂબ ચર્ચામાં રહ્યું છે. જેમને આ ગીત ન ગમ્યું તેમણે પણ ઘણું ગાયું. આ ગીત ડિલીટ થતાં જ લોકો વિચારવા લાગ્યા કે ‘બદો બદી’ સામે આ કાર્યવાહી કેમ કરવામાં આવી? તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે યુટ્યુબ અનુસાર, આ ગીત કોપી રાઈટ્સના કારણે ડિલીટ કરવામાં આવ્યું છે.

‘બદી બદી’ ગીત પ્રખ્યાત ગાયિકા નૂરજહાંના ક્લાસિક ટ્રેકનું કવર છે.1973માં આવેલી ફિલ્મ બનારસી ઠગ માટે નૂરજહાંએ મૂળ ગીત ‘બદો બદી’ ગાયું હતું. જે ચાહત ફતેહ અલી ખાને ફરી પોતાની શૈલીમાં ગાયું હતું. આ ગીત છેલ્લા એક મહિનાથી લોકોની નજર સામે ફરતું હતું. કેટલાક લોકો મજાકમાં હોવા છતાં આ ગીતને ખૂબ ગાતા હતા, અને તેને વારંવાર જોઈ પણ રહ્યા હતા, જેના કારણે આ ગીતને એક મહિનામાં 128 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

error: