Satya Tv News

પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા પોલીસને બાતમી મળેલ કે તવરા રોડ ઉપર આવેલ ઝુલેલાલ હોસ્પીટલના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈને એક ઈસમ ભરૂચ તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજના ગેટની નજીક ઉભો છે જેણે શરીરે બ્લ્યુ કલરનું આખી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે ચોક્કસ બાતમી આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વર્ણન અનુસારનો ઇસમને નજરે પડ્યો હતો જેને વાહન સાથે ઝડપી પાડી વાહનના દસ્તાવેજો તેમજ આધાર પુરાવા માંગવામાં આવતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પૂછપરછમાં વધુ બે મોટરસાયકલ અંગેની પણ વિગત મળી આવી હતી. પોલીસે ત્રણ વાહનો કબ્જે કરી શાહનવાઝ શમશુદીન પટેલ ઉ.વ ૨૧ રહેવાસી મકાન નં ૯૮૭ ટાંકી ફળીયું ગનોર નબીપુર તા.જી.ભરૂચની ધરપકડ કરી છે.

error: