Satya Tv News

.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કાર્યાલયમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

https://www.instagram.com/reel/C8BkH8KAgax/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભરૂચ જીલ્લા ગરમીના કારણે આગની ઘટનાઓ બની રહી છે.ત્યારે આજે સવારના 10 વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જીલ્લા કાર્યાલયમાં આચનક ધૂમાડા સાથે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક ફાયરના બંમ્બા સાથે દોડી આવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.

જોકે કાર્યલય બંધ હોય અંદર ધૂમાડા વધી જવાના કારણે લાશ્કરોને આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.જોકે ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આગમાં કાર્યાલયમાં રહેલું અમુક સહિત્ય બળી ગયું હતું.આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

error: