સાંસદ સુરેશ ગોપીએ પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, મેં ફિલ્મો સાઈન કરી છે અને તેણે તે કરવાની છે. સુરેશ ગોપીએ કહ્યું, હું થ્રિસુર (Thrissur) સાંસદ તરીકે સેવા આપીશ. સુરેશ ગોપી થ્રિસુર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ BJP સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના ઉમેદવાર VS સુનીલકુમારને 74686 મતોથી હરાવ્યા.
સુરેશ ગોપીએ કહ્યું, મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી, મેં કહ્યું કે, મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે, મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. થ્રિસુર (Thrissur)ના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે. મહત્વનું છે કે, જે થ્રિસુર (Thrissur) બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગઈ હતી. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજ્યસભાના સાંસદ પણ હતા. તેઓ 2016માં રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ 2022 સુધીનો હતો.