Satya Tv News

કોંગ્રેસની માંગ છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર પરિવારોને ન્યાય મળે. આ સાથે કોંગ્રેસ દ્વારા SITના વડાને હટાવવાની પણ માંગ કરવામાં આવી છે.. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા અને જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો જોડાયા છે.કોંગ્રેસે સીઆઈડી ક્રાઈમના ડાયરેક્ટર જનરલ અને એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી અને અન્ય સભ્યોની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, અગાઉ મોરબીની ઘટનાની તપાસ કરી રહેલી એસઆઈટીના અહેવાલને ચાર્જશીટનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં સરકાર SIT તપાસ શા માટે કરે છે? મેવાણીએ નિર્લિપ્ત રાય, સુધા પાંડે અને સુજાતા જેવા IPS અધિકારીઓ દ્વારા તપાસની માંગ કરી છે.

error: