Satya Tv News

જીવલેણ અને કાળઝાળ ગરમીને કારણે મક્કામાં અત્યાર સુધીમાં 90 ભારતીયોના મોત થયા છે. આ સાથે વિવિધ દેશોના 550 થી વધુ લોકોના અહીં ભયાનક ગરમી અને હીટવેવના કારણે મોત થયા છે. આ મૃત્યુનું કારણ હીટવેવ અથવા કેટલીક બીમારી હોવાનું કહેવાય છે. તમામ લોકો કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. તેનો અર્થ એ કે, તેમાંથી કોઈ પણ અકસ્માતનો ભોગ બન્યો નથી અને ન તો કોઈના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે.જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર સૌથી વધુ મૃત્યુ 323 ઇજિપ્તવાસીઓના છે. સાઉદી અરેબિયાના રાજદ્વારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે,તમામ ઇજિપ્તવાસીઓના મૃત્યુનું કારણ ભારે ગરમી છે. જોકે તેમાંથી માત્ર એક જ વ્યક્તિ છે જેનું ટોળાના કારણે થયેલી ઈજાને કારણે મોત થયું હતું. આ સાથે મૃત લોકોમાંથી 60 જોર્ડનના રહેવાસી પણ છે.

મૃત્યુઆંક વધીને 577 થઈ ગયો છે. તેમાંથી 570 મૃતદેહો મક્કાના સૌથી મોટા શબઘરમાં રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે હજ 14 જૂને શરૂ થઈ હતી અને 19 જૂને સમાપ્ત થઈ હતી. મુસ્લિમ માટે જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત માનવામાં આવે છે. હવામાન પરિવર્તનના કારણે હજ યાત્રાને ગંભીર અસર થઈ છે. ગયા મહિને પ્રકાશિત થયેલા સાઉદી અરેબિયાના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, હજ વિસ્તારનું તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. સાઉદીના હવામાન વિભાગે કહ્યું કે, 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદ પાસે તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

error: