Satya Tv News

નર્મદા નદીના કિનારે મગર નજરે પડતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. મહાકાય મગર ધાર્મિક મહાત્મય ધરાવતા દશાશ્વમેઘ ઘાટ નજીક નજરે પડયો હતો. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે નર્મદામાં ડૂબકી લગાવે છે ત્યારે મગરના હુમલાનો ભય સર્જાયો છે.મહાકાય મગર નજરે પડવાની જાણ વનવિભાગને કરવામાં આવી છે. આ મામલે નર્મદા કિનારે પાંજરા ગોઠવવાની તજવીજ શરૂ કરાઈ છે. જાણકારો અનુસાર નર્મદામાં પૂર આવે ત્યારે અન્ય જળાશયોના મગર ડાઉન સ્ટ્રિમમાં આવી જતા હોય છે.હાલમાં નજરે પડેલા મગરના કારણે સ્થાનિકોને અને શ્રદ્ધાળુઓને એલર્ટ કરવામાં આવ્યા છે. મગર હુમલો કરે તે પૂર્વે તેને પકડી સલામત સ્થળે મુક્ત કરવા માંગ કરવામાં આવી રહી છે.

error: