Satya Tv News

કંપની વાળાઓએ તળાવો જે પાણીના સોર્સ હતા તે પણ લઈ લીધા છે.

ઝઘડિયા વિધાનસભા મત ક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવા અવારનવાર સરકારની નીતિ રિતીઓ પર અવાજ ઉઠાવતા આવ્યા છે, આજરોજ તેમણે ગૌચરની જમીન બાબતે નિવેદન આપી તેના માટે ૩૦ વર્ષથી શાસન કરતી પાર્ટીની સરકારને જવાબદાર ઠેરવી છે, તેમણે જણાવ્યું હતું કે કચ્છની ગૌચરની જમીનમાં અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યો છે અને કોર્ટે કહ્યું છે કે આ જમીન તમારે ખાલી કરવી જોઈએ, વર્તમાન સરકાર છેલ્લા કેટલા વર્ષોથી શાસનમાં છે અને રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં જમીનોનું દબાણ છે છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી આ જ સરકારે આદિવાસી બક્ષીપંચ લોકોની લૂંટ્યા છે અને તેમની જમીનો પર વિદેશી પ્રોજેક્ટ ચાલે છે, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ જે બનાવ્યો છે તે અનલીગલી છે તેમ જણાવતા તેનું કારણ આપ્યું હતું કે ટ્રાઈબલ એરિયામાં શિડયુલ પાંચ અને છ જે છે તેનો અમલ કરતા નથી કારણ કે તેમણે ઘુસપેઠ કરવી છે, પ્રોજેક્ટના નામે, વિકાસના નામે અને સરદાર પટેલ ના નામે, દેશમાં જાતિવાદ ખૂબ મોટા પ્રમાણમાં છે, હિન્દુવાદ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી ગરીબ લોકોને ફાયદો થવાનો છે જ નથી એટલે ગરીબોએ તે સમજી લેવાની જરૂર છે, હિન્દુ કોઈ ધર્મ જ નથી એટલે આવી સરકારોને ઓળખી લેવાની જરૂર છે, દરેક પંચાયતોમાં ગૌચરની જમીન છે અત્યારે ફેક્ટરીઓ નાખી ઝઘડિયામાં ગૌચરની જમીન કંપનીઓ વાળા ના દબાણમાં છે, કંપની વાળા ઓએ પાણીના જે સોર્સ તળાવો હતા તે પણ લઈ લીધા છે, જે બાબતે સરકારે કંઈ કર્યું જ નથી ફક્ત અને ફક્ત આ વિસ્તારમાં રહેતા લોકોની જમીન હડપ કરવી છે અને તેમનું જીવન પણ હડપ કરવું છે, રોજગારી શિક્ષણ આપવું નથી જેથી તેમણે લોકોને અપીલ કરી હતી કે આવી સરકારોને વહેલી તકે વિદાય આપો તેમ તેમને જણાવ્યું હતું…

error: