Satya Tv News

કરજણ તાલુકાના સાંસરોદ ગામનો હાલનો ચાર્જ ભાવેશભાઈ અન્સારીને સોંપવામાં આવ્યો છે. પરંતુ સાંસરોદ ગામ જનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં છેલ્લા છ મહિનાથી વહીવટદાર ભાવેશ અંસારી ગેરહાજર જોવા મળે છે.

હાલ ગામ પંચાયતોની ચૂંટણી પાછી ઠેલતા ગામોનો ચાર્જ જે સરપંચો પાસે હતો તે તંત્ર દ્વારા એક વહીવટદાર ને પાંચ ગામોનો વહીવટ સોંપવામાં આવ્યા છે. ત્યારે કરજણ તાલુકાના સાંસરોદ ગામનો હાલનો ચાર્જ ભાવેશભાઈ અન્સારીને સોંપવામાં આવ્યો છે. પરંતુ સાંસરોદ ગામ જનોનો આક્ષેપ છે કે અમારા ગામમાં છેલ્લા છ મહિનાથી વહીવટદાર ભાવેશ અંસારી ગેરહાજર જોવા મળે છે. વહીવટદાર ગેરહાજર હોવાથી સાંસરોદ ગામના વિકાસ નાં કામો પેન્ડિંગ પડ્યા છે જેવા કે ગટર સાફ સફાઈ, દબાણોનું કામ ઘણા સમય થી ટલ્લે ચઢે છે. આ બાબતે સાંસરોદ ગામના જાગૃત નાગરિકો દ્વારા વહીવટદાર ગેરહાજર હોવાની તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને પણ લેખિતમાં અરજીઓ આપવા છતાં વહીવટદાર ભાવેશ અંસારી ને કોઈ પણ પ્રકારની અસર જોવા નાં મળતા સાંસરોદ ગામના નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો.

error: