Satya Tv News

રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે ભાવનગર- ધોલેરા હાઈવે   રોડ પર અધેળાઈ નજીક કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. મજુર ભરીને ટ્રેક્ટર જઈ રહ્યું હતું તે સમયે પાછળથી પુર પાટ ઝડપે આવી રહેલા કન્ટેનરે અકસ્માત સર્જાતા ટ્રેક્ટરમાં સવાર શ્રમિકો ટ્રેક્ટરમાંથી ફગોળાયા હતા. અકસ્માતના આ બનાવમાં સાત થી આઠ મજૂરોને ગંભીર ઇજા પહોંચી છે જ્યારે ચંપાબેન જાંબુચા નામના મહિલાનું મોત થયું છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ  થયો હતો.

error: