Satya Tv News

ભરૂચ જિલ્લામાં હાલ કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.આજે બુધવારે આકરા ઉકળાટ વચ્ચે સવારે 11 કલાકે તાપમાન 31 ડિગ્રી દેખાતા ભારે વરસાદના સંકેત વર્તાય રહ્યા છે.

ભરૂચ જિલ્લામાં હાલ કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં બુધવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમ છતાં વરસાદ હાથ તાળી આપી ગયો હતો. જેના કારણે બપોરના સમયે બફારો વકર્યો હતો. આમ હવામાનની આગાહી મુજબ પાંચ દિવસ નું વાતાવરણ જોઇએ તો મહત્તમ તાપમાન 38 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી જોવા મળ્યું છે.આજ બુધવારે પણ સવારથી તાપ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે 11 કલાકે 31 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. જ્યારે ભેજના પ્રમાણમાં વધારો નોંધાતા 55 થી 82 ટકા ભેજ જોવા મળી શકે છે. સાથે 106 મીમી વરસાદ પડવાની શક્યતા છે. જોકે પવનની ગતિ માં ઘટાડો થતાં 11 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી રહેશે. જિલ્લામાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા. તેવામાં આજરોજ ભારે વરસાદ પડે તેવી સંભાવના વર્તાય રહી છે.

error: