Satya Tv News

https://www.instagram.com/reel/C8qx82Yg4Jn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે.પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે.જેનાથી પાણીમાં ડુબતા વ્યક્તિને બચાવી શકાય છે.

ભરૂચ નગર સેવાસદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે.રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક થનાર છે. રિમોર્ટથી સંચાલિત રેસ્ક્યુ રોબટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે.આ રોબોટનું ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા નર્મદા નદીમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રીવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે.ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબર્ટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે.આ અંગે પાલિકાના ફાયર અધિકારી ચિરાગન ગઢવીએ જણાવ્યું હતું કે, ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે જેમાં અનેક વખતે પુર સહિતની આપદાઓ આવતી હોય છે ત્યારે સરકારના તરફથી આપવામા આવેલો આ રેસ્ક્યુ રોબોટ ખરે ખરે લોકનો જીવ બચાવનાર બની રહેનાર છે.

error: