કચ્છનાં દરિયા કિનારે કેટલાક લોકો દ્વારા સ્ટંટ કરવું ભારે પડ્યું હતું. મુન્દ્રાનાં ભદ્રેશ્વર નજીકનાં રંધ બંદર પર કેટલા પ્રવાસીઓ દ્વારા થાર કારને દરિયામાં લઈ જઈ સ્ટંટ કરવા જતા કાર દરિયામાં ફસાઈ જવા પામી હતી. જે બાદ પ્રવાસીઓ દ્વારા આ બાબતે સ્થાનિકોને વાત કરતા સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર વડે બંને કારને બહાર કાઢી હતી. જેમાં એક થારનું એન્જીન પણ ફેઈલ થઈ જવા પામ્યું હતું. પોલીસે બંને કાર ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાર ડીટેઈન કરી હતી.
આ બાબતે મુન્દ્ર મરીન પીઆઈ નિર્મલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઘટનાનો વીડિયો સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વીડિયો વાયરલ થયો હતો. વીડિયોનાં આધારે બંને થાર ચાલકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ બંને થાર ચાલકની ઓળખ થવા પામી છે. તેમજ એક યુવકની ગાંધીધામ ખાતેથી અટકાયત કરી મુન્દ્ર ખાતે લાવવામાં આવ્યો છે. તેમજ બે માંથી એક કાર હાલ ગાંધીધામ ખાતેનાં ગેરેજમાં રીપેરીંગ માટે પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.