Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય અને કુટુંબ પરિવારમાં સુમેળ જણાય તેમજ જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું

વૃષભ (બ.વ.ઉ.)
સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે અને સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે તેમજ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી, કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોને ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય તેમજ મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો અને જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે

કર્ક (ડ.હ.)
કર્ક રાશિના જાતકોને કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે તેમજ નોકરી-ધંધા માટે નવી તકો મળશે અને કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે

સિંહ (મ.ટ.)
આ રાશિના જાતકોને માન-સન્માન અને આબરૂમાં વધારો થાય તેમજ કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું અને નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય, કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી તેમજ મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે અને નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે

તુલા (ર.ત.)
નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે અને કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું તેમજ લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું, કરેલી મહેનત સારું ફળ આપશે

વૃશ્ચિક (ન.ય.)
ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે અને નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે તેમજ કાયદાકીય રીતે સાવચેતી રાખવી, પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે અને અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય તેમજ સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે અને નોકરીયાતને કામનો બોજો વધે

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય તેમજ પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય અને અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય, લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી

કુંભ (ગ.શ.સ.ષ.)
પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે અને આરોગ્ય બાબતે સાવચેતી રાખવી તેમજ નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય, સંતાન બાબતની ચિંતામાં વધારો થાય

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય તેમજ વારસાઈ મિલકતોનો ઉકેલ આવે અને નાના-મોટા પ્રવાસના આયોજનો થાય, સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે

error: