Satya Tv News

ચાલુ શૈક્ષણિક વર્ષમાં તારીખ ૨૬ થી ૨૮ જૂન દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની તમામ શાળાઓમાં પણ આ કાર્યક્રમનું આયોજન થયું. જે અન્વયે સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંપાબેન સુભાષભાઈ વસાવા દ્વારા ખોચરપાડા, મોટી પરોડી અને બર્કતૂરા પ્રાથમિક શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ ના બાળકોને સ્ટેશનરી કીટ અને પુસ્તકો આપી પ્રવેશ કરાવ્યો સાથે વાલીઓ અને શિક્ષકો સાથે શિક્ષણને લગતી ચર્ચાઓ કરી તથા કાર્યક્રમને અંતે ત્રણેય શાળાઓમાં ચંપાબહેનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. એમ સાગબારાના શૈક્ષીક મહાસંઘના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયુ છે.

error: