Satya Tv News

આજ રોજ સવારે પણ ભરૂચની જીએનએફસી નજીક આઈસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા અકસ્માતમાં સર્જાયો હતો.જેમાં આ યુવક માર્ગ પર પટકાતા ટેમ્પોના ટાયર તેના પર ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો.અકસ્માત મામલે સી ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચની નર્મદા ચોકડીથી લઈને એબીસી ચોકડી સુધીનો માર્ગ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે.આ માર્ગ પર થતા અકસ્માતે અનેક લોકોના જીવના ભોગ લીધા છે.જેનું ઉદાહરણ આજ રોજ સવારે થયેલા અકસ્માતે પુરવા કર્યું છે. જેમાં નબીપુરના ગરીબ નવાઝ પાર્કમાં રહેતો સાજીદ શેખ નવસારી નોકરી અર્થે રોજ પોતાની બાઈક ભરૂચ રેલવે સ્ટેશન મૂકી ટ્રેનમાં નવસારી નોકરી અર્થે જાય છે. આજ રોજ સવારના સમયે તે જી.એન.એફ. સી. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ઓવર સ્પીડ જતા ટેમ્પાના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

જેમાં સાજીદ શેખ માર્ગ પર પટકાયો હતો આ સમયે ટેમ્પાના ટાયર તેના પર ફરી વળતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ. અકસ્માત બાદ ચાલક ટેમ્પો સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ સી ડીવીઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.પોલીસે ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.અકસ્માત સર્જતાં જ યુવકના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવી વહેલી તકે ટેમ્પો ચાલકને ઝડપી પાડી યોગ્ય કાર્યવાહી કરવાની સાથે આ માર્ગ પર અવારનવાર થતા અકસ્માત ઘટાડવા કાર્યવાહી કરે માગ કરી હતી.

error: