Satya Tv News

SURAT RAIN

 ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કૂલ 23 ટકા વરસાદ વરસ્યો છે.  રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે ભાવનગર, અમરેલી, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, દાહોદ, જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે. સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

બુધવારે  કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   

ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

શુક્રવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. 

સૌરાષ્ટ્રમાં સિઝનનો 30.21 ટકા વરસાદ

રાજ્યમાં વર્ષ 2024માં સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 30.21 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 4.89 ઈંચ સાથે સિઝનનો 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઈંચ સાથે સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઈંચ સાથે સિઝનનો 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઈંચ સાથે 15.66 ટકા વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ, 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.  વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ વરસયો છે.  

error: