કચ્છનાં ભચાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહે કાર ચઢાવી હતી. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો અને પીએસઆઈની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાં વખતે નીતા ચૌધરી બુટલેગર સાથે હતી. આ કેસમાં સીઆઈડી બ્રાંચમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજસિંહ સામે દારૂની હેરાફેરી સહિતનાં 16 થી વધુ ગુના નોંધાયા છે. યુવરાજસિંહ અને નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ નકારીને નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડથી બચવા અને જેલમાં જવાનાં ડરે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ.
ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે, જે પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. પોલીસે થાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા દારૂની હેરાફેરી સામે 16થી વધુ ગુના નોંધાયા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે. ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે આ કેસમાં થાર કાર અને તેમાં રાખવામાં આવેલ દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.