Satya Tv News

ચોમાસાના વરસાદે સરકાર અને તંત્રની પોલી ખોલી દીધી છે, હાલમાં અમદાવાદની એક શાળાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ભણવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખરમાં, છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી અમદાવાદમાં રિંગરૉડ પર આવેલી શાંતિપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે. વરસાદી પાણી સાથે સાથે દુષિત પાણીનો 2 ફૂટ જેટલો જમાવડો થયાં વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઇ છે. શાંતિપુરા પ્રાથમિક શાળાના મોટા ભાગના વર્ગખંડોમાં હજુ પણ બે ફૂટ જેટલુ પાણી ભરાયેલુ છે, વિદ્યાર્થીઓને બેસવા માટે જગ્યા નથી મળી રહી જેના કારણે હાલમાં રજા અપાઇ છે. ખાસ વાત છે કે, દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી શાળામાં ફરી વળે છે, પરંતુ અમદાવાદ તંત્ર કે સરકાર કોઇ કાર્યવાહી કરતુ નથી. દર વર્ષે આ સ્થિતિ સર્જાય ત્યારે વિદ્યાર્થીઓને 15 દિવસ સુધીની રજાઓ આપવામાં આવે છે. વર્ગખંડની સાથે સાથે શાળાનુ મેદાન પણ પાણીથી ભરાઇ ગયેલુ દેખાઇ રહ્યું છે.

error: