Satya Tv News

છોટાઉદેપુરના પુનીયાવાંટ મોડેલ સ્કુલના રસોડામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ શાળાની મુલાકાત લેતા રસોડામાંથી વાસી રોટલી, સડેલા શાકભાજી અને માર્કા વિનાનાં મસાલા મળી આવ્યા. લોટમાં પણ જીવાત ફરતી જોવા મળી હતી. સુખરામ રાઠવાએ સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 11 જૂને લીધેલા રાત્રી ભોજન બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી.જેમાંથી હાલ 100થી વધુ બાળકો છોટાઉદેપુર, તેજગઢ અને પાવી-જેતપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  ફૂડ પોઇઝનિંગથી વિદ્યાર્થીઓની તબિયત લથડી હોવાની આશંકા છે..જો કે સાચું કારણ તો રિપોર્ટ બાદ જ જાણવા મળશે..વડોદરાથી ડૉક્ટરની ટીમ બાળકોની સારવાર અને તપાસ માટે છોટાઉદેપુર પહોંચી હતી.

error: