Satya Tv News

વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીનું મોત કયાં કારણોસર થયું તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા બાળકીનું મોત ચાંદીપુરા વાયરસને લીધે થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેમજ હજું મૃત્યું પામેલા 4 બાળકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ચાંદીપુરાના વધતા કેસોએ ચિંતાની સ્થિતિ પેદા કરી છે. ખાસ કરીને બાળકો આ રોગની ઝપટમાં આવીને મોતને ભેટી રહ્યા છે.. જેથી અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા વર્તવા સૂચના આપવામાં આવી છે. ડીઇઓ દ્વારા બાળકોના વાલીઓને પણ આ વાયરસને લઇને જાગૃત કરવા સૂચના અપાઇ છે..

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે, અરવલ્લીથી સામે આવેલા કેસ બાદ રાજ્યમાં ગામડે ગામડે આ રોગના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા બાદ હવે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ગામોમાં પણ બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યાં છે, અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ચાંદીપુરાથી મોતનો આંકડો 15 સુધી પહોંચી ચૂક્યા છે અને હજુ પણ વધવાની શક્યતા છે.

error: