વડોદરાની નારાયણ વિદ્યાલયમાં દિવાલ પડવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં બાળકો બેઠા હતા અને અચાનક દીવાલનો એકભાગ ઓખો તૂટી પડ્યો, જ્યાં દીવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી ગયા હતા અને કાટમાળ નીચે દટાયા હતા. જેના હાલ સીસીટીવી સામે આવ્યા છે.શાળાની દીવાલ પડવાની આ ઘટના બાદ DEOએ શાળા પાસે લેખિતમાં ખુલાસા માગ્યા છે. સવા મહિના પહેલા જ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટીફિકેટ મળ્યું હતુ જે બાદ પણ આ દુર્ઘટના બની છે.મળતી માહિતી મુજબ આ શાળાને ઝરણાં એસોસિયેટ્સએ ઇમારત સુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
5થી 6 બાળકોને ઈજા થઈ છે એક બાળકને ત્રણ ટાકા લેવામાં આવ્યા છે. આ જો આ સમગ્ર મામલે જાનહાનિ થાય તો એજન્સીને જવાબદાર ઠેરવાય. શાળામાં 1400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલ સંચાલક મંડળના સભ્ય આર.સી પટેલની શાળામાં જ દિવાલ ધરાશાયી થઈ હતી. જેના વીડિયો હાલ સામે આવ્યો છે.