Satya Tv News

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમને કારણે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને જુનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 7 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. આ સાથે જામનગરના ભાગોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા તો વળી ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 26 અને 30 જુલાઈના રોજ બંગાળના ઉપસાગર સિસ્ટમ બનશે જેના પગલે ગુજરાતમાં વરસાદ આવશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઑગસ્ટ મહિનામાં રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદ ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને જાણે બાનમાં લીધું હોય તેમ વરસાદ વરસી રહ્યો હોઇ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

error: