Satya Tv News

વર્ષ 2019 વન ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાંથી મેનેજમેન્ટે તેને બહાર કરાતાં આ નિર્ણય અંગે તે સમયે ઘણા સવાલો ઉભા થયા હતા. શમીએ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં તેને ટીમમાંથી બહાર કરવાના નિર્ણય પર પોતાનો પક્ષ રાખ્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચાર મેચમાં 14 વિકેટ લીધી હતી, આ દરમિયાન શમીએ અફઘાનિસ્તાન સામે હેટ્રિક લીધી તો ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટ ઝડપી હતી.

ભારતના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીએ એક યુટ્યુબ શો પર કહ્યું, “2019 માં, હું પ્રથમ 4થી 5 દિવસ રમ્યો ન હતો, પરંતુ એ પછીની મેચમાં મેં હેટ્રિક લીધી હતી. એ પછી પાંચ વિકેટ ઝડપી હતી. અને તે પછીની મેચમાં ચાર વિકેટ લીધી. વર્ષ 2023ના વન ડે વર્લ્ડ કપમાં પણ આવું જ થયું હતું. મેં શરૂઆતની કેટલીક મેચ રમી ન હતી અને પછી જ્યારે રમાડ્યો ત્યારે પહેલી મેચમાં પાંચ વિકેટ ઝડપી અને પછી ચાર અને પછી પાંચ વિકેટ ઝડપી હતી.

શમીએ કહ્યું કે, મને આશ્ચર્યની વાતનું છે કે તમામ ટીમોને એવા ખેલાડીની જરૂર છે જે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શકે. મેં ત્રણ મેચમાં 13 વિકેટ લીધી હતી. તમે મારી પાસેથી બીજી શું અપેક્ષા રાખો છો? મારી પાસે ન તો પ્રશ્નો છે કે ન તો જવાબ. જ્યારે મને તક મળે ત્યારે જ હું મારી જાતને સાબિત કરી શકું છું. તમે મને તક આપી અને મેં ત્રણ મેચમાં 13 વિકેટ લીધી. પછી અમે ન્યુઝીલેન્ડ સામે હારી ગયા. કુલ ચાર મેચ રમી અને 14 વિકેટ લીધી. 2023માં મેં સાત મેચમાં 24 વિકેટ લીધી હતી.

error: