Satya Tv News

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર કોશિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કોસ્મેટીકના કોઇપણ લાયસન્સ વગર ભ્રામક અને લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરતા લોકો પર તવાઈ બોલાવાય રહી છે. ગાંધીનગરના વાય.જી. દરજી. નાયબ કમિશનર (આઇ.બી.)ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર અને ભાવનગરની ડ્રગ ટીમ દ્વારા ભાવનગરના મ્યુનિશિપલ કમિશનર એ. એ. રાદડિયાના માર્ગદર્શન હેઠળ શહેરની મેઘદૂત સોસાયટી, પ્લોટ નં.81, બીજા માળે રહેતા નિલોફરબેન સાદ્દીકભાઇ ખદરાણીના રહેણાંકના મકાનમાં વગર પરવાને જીજે/05/0034175 લાયસન્સ નંબર તેઓની રીતે છાપી, તેનો ઉપયોગ કરી વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડયા છે.

ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી કે, ઈન્ડક્શન ગેસ, તપેલા, ચમચા, રો-મટીરિયલ, વિવિધ ફ્લેવર્સ, વિવિધ મોલ્ડ ફ્લેવર્સ, ફ્રીઝ, આયુર્વેદિક મીક્ષ પાવડર્સ, 120 કિગ્રા રો-મટીરિયલ, પ્રબલ બ્રાન્ડનો બ્રાસનો સિક્કો અને જુદા-જુદા ગ્રહોના ફોટાવાળા પ્રિન્ટેડ કાર્ટન વગેરે વસ્તુઓ આગળની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ આશરે રૂપિયા 3.50 લાખના વિવિધ બ્રાંડના આશરે 1800 સાબુનું વેચાણ કર્યું હોવાનું પકડી પાડયું છે.

error: