મૃતક ની પત્નીને પાલિકા માં નોકરી અપાશે
પરિવારજનો નો નગરપાલિકા સામે આક્રોશ
મૃતક ના પરિવાર ને રૂ.વીસ લાખ ની સહાય.
ભરૂચના ચિંગસપુરા વાલ્મીકિવાસ માં રહેતા યુવાન મનોજ સોલંકી નું ખુલ્લી ગટર માં પડી જતાં થયેલ મોત ના મામલે પાલિકા એ મૃતક ના પરિવાર ને રૂ.વીસ લાખ ની આર્થિક સહાય તેમજ મૃતક ના પત્ની ને પાલિકા માં નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે
ભરૂચ શહેરમાં ભારે વરસાદથી પાણી ભરાયાં હતાં. તે દરમ્યાન ચિંગસપૂરા વાલ્મીકિ વાસ માં રહેતા મનોજ સોલંકીનું દાંડિયાબજાર ના ભીમાશંકર મહાદેવ મંદિર પાસે રહેલી ખુલ્લી ગટર માં પડી જતાં મોત થયું હતું .જેના વિડિયો ફૂટેજ પણ બહાર આવતા પરિવારજનો માં પાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો..આ મુદ્દે વિપક્ષ ના સભ્યો,મૃતક ના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિકો એ સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી ખાતે જઇ મનોજ સોલંકી ના મોત માટે પાલિકા ને જવાબદાર હોવા અંગે પાલિકા પ્રમુખ, તેમજ ચીફ ઓફિસર ને ઉગ્ર રજૂઆત કરવા સાથે આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી.જે બાદ પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ મૃતક મનોજ સોલંકી ના મોત બદલ દુઃખ વ્યક્ત કરવા સાથે તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય કરી કુલ.રૂ.વીસ લાખ ની આર્થિક સહાય ની તેમજ મૃતક ના પત્ની ને પાલિકા માં નોકરી આપવા માટેની જાહેરાત કરી હતી.પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર ની મૃતક મનોજ સોલંકી ના પરિવાર ને આર્થિક સહાય ના આ નિણર્ય ને વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યો તેમજ સમાજનાં અગ્રણી ધર્મેશ સોલંકીએ આવકારી પાલિકા તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.