Satya Tv News

અમદાવાદમાં પતિને તરછોડીને પ્રેમી સાથે રહેતી યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ તેની બહેનના લગ્ન પુર્ણ થયા બાદ પ્રેમી સાથે રાજસ્થાનથી ભાગીને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવીને રહેવા લાગ્યા હતા. જોકે છેલ્લા એક મહિનામાં પ્રેમીએ યુવતીએ હેરાન પરેશાન કરતાં તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી. જેથી રાજસ્થાનના ઉદેયપુર જીલ્લાના કાનુવાડ ગામમાં રહેતા પ્રકાશ મીણા કે જે મૃતકનો પતિ છે તેને,સોલા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે સોલા પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનાં ગુનામાં રોશન રમેશ કલાસવા નામનાં આ આરોપીની ધરપકડ કરી છે.

ફરિયાદી પ્રકાશના લગ્ન વર્ષ 2010માં સમાજના રીતરીવાજ મુજબ પુષ્પાદેવી સાથે થયા હતા. થોડા દિવસો પહેલા 17 જુનના રોજ ફરિયાદ પ્રકાશની સાળીના લગ્ન હોવાથી મૃતક પત્ની પુષ્પાદેવી અને અન્ય સગાવ્હાલા સાથે પ્રસંગમાં ગયા હતા. લગ્ન પુરા થતાની સાથે જ પુષ્પાદેવી ગુમ થઇ હતી. ફરિયાદીએ પત્નીની એક મહિના સુધી શોધખોળ કરી પરંતુ પુષ્પાદેવીનો પત્તો લાગ્યો નહી. જે બાદ 16 જુલાઇના રોજ સોલા પોલીસ સ્ટેશનથી પ્રકાશના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને તેની પત્ની પુષ્પાદેવીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી.જે બાદ તેઓને જાણ થઈ હતી કે પુષ્પાદેવી ચાણક્યપુરી સેક્ટર 3માં આવેલ એક મકાનમાં પ્રેમી રોશન કલાસવા સાથે રહેતા હતા અને અચાનક ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે અંગે પ્રકાશ મીણાએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ દરમિયાન શહેરના વેજલપુર બકેરી સીટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા તબીબ યુવકના લાપત્તા થવાના મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં યુવકની પ્રેમિકા, તેના ભાઇ અને અન્ય એક વ્યક્તિએ તેને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવ્યા તેમજ ધમકી આપી  હોવાની ફરિયાદ લાપત્તા થયેલા તબીબ યુવકના પિતાએ વેજલપુર પોલીસ મથકે નોંધવામાં આવી છે.  તબીબ યુવકના મોબાઇલ ફોનની તપાસ કરતા નાણાંકીય વ્યવહાર અને વોટ્સએપ ચેટ મળી આવી હતી. જેના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

error: