પોલીસે પીડિતાના નિવેદનના આધારે બળાત્કાર, હત્યાની કોશિશ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ આરોપી પર કેસ દાખલ કર્યો છે. પીડિતા પર અગાઉ પણ સામૂહિક બળાત્કાર થયો હતો. આ કેસના આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા બાદ યુવતી પર તેના નિવેદન બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. પરિવારે આ જ છોકરાઓ પર શંકા વ્યક્ત કરી છે. જોકે, આ મામલે તપાસ કરી રહેલી પોલીસે આ વાતને નકારી કાઢી છે.
પોલીસનું કહેવું છે કે, આરોપી અને યુવતી પહેલેથી જ એકબીજાને ઓળખે છે. મળતી માહિતી પ્રમાણે પીડિતા તેના પરિવાર સાથે દ્વારકા વિસ્તારમાં રહે છે. અને પિતા કોઈ કામ અર્થે સોમવારે દિલ્હીથી બહાર ગયા હતા. જ્યારે માતા પણ બીજા બાળકો સાથે બહાર હતી.
આ દરમિયાન આરોપી ત્યાં પહોંચી ગયો અને પિસ્તોલ બતાવી બાળકીને નજીકના બિલ્ડિંગમાં લઈ ગયો. ત્યાં આરોપીએ પાંચમા માળના ધાબા પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકીએ વિરોધ કર્યો તો આરોપીએ તેને પાંચમા માળેથી નીચે ફેંકી દીધી હતી. રાહદારીઓએ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ ઈજા વધારે હોવાથી બાદમાં તેને ડીડીયુ હોસ્પિટલમાં મોકલવામાં લઈ જવામાં આવી હતી.
પીડિતાએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે, આરોપીઓને જલ્દી ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.