મહેસાણા: એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. કડીની કરણનગર કેનાલમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પિતા અને બે પુત્રો કેનાલમાં ડૂબ્યા હતા. સ્થાનિકોએ 4 વર્ષના એક બાળકને બચાવી લીધો છે. પિતા અને અન્ય એક બે વર્ષના બાળકની શોધખોળ ચાલુ છે. કેનાલમાં આપઘાત કરવા અંગેનું કારણ અકબંધ છે. પરિવાર કરણનગર ગામનો બજાણીયાના હોવાનું સામે આવ્યુ છે.