Satya Tv News

સુરતમા જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો, અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલા આદેશને સ્થાનિક પોલીસની કુલ 30 ટિમો બનાવી સમગ્ર શહરની અંદર સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમા 38 બાળકો મળી આવ્યા હતા કે, જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય. 17 સગીર વયના બાળકો 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 0 થી 6 વર્ષના 7 અને 0 થી 12 વર્ષની વયના 31 બાળકો છે.આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે. જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે.

આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા. જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા હતા.છેલ્લા એક માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી. જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે. અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે.

error: