કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણને ઠેસ પહોંચાડે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી જે સ્થિતિમાં સંસદમાં પહોંચે છે અને જે પ્રકારની દલીલો કરે છે તેને જોઈને લાગે છે કે તેઓ હંમેશા નશામાં હોય છે.કંગના રનૌત આ પહેલા પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરી ચૂકી છે. કંગનાએ 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સૂચન કર્યું કે કોંગ્રેસના નેતાએ તાત્કાલિક કોઈ ઉપચાર કરવો જોઈએ. 18મી લોકસભાના પહેલા સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા દરમિયાન કંગના રનૌતે રાહુલ ગાંધીના ભાષણને બેજવાબદાર ગણાવ્યા હતા.
કંગના રનૌતે શનિવારે 27 જુલાઈના રોજ પેરિસ ઓલિમ્પિક્સ 2024ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રદર્શનની પણ આકરી ટીકા કરી હતી. તેણે સમારંભમાં એક પ્રદર્શનને ખૂબ જ અશ્લીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અશ્લીલતાનું પ્રદર્શન ડાબેરીઓ દ્વારા ઓલિમ્પિક ગેમ્સને હાઇજેક કરવાનું પરિણામ છે.