ભારતીય વાયદા બજારમાં આજે સોનું એક જ ઝટકે 600 રૂપિયાથી વધુ મોંઘુ થઈ ગયું. ચાંદી પણ 500 રૂપિયાથી વધુ ઉપર ચડી છે. સોનામાં એક અઠવાડિયામાં લગભગ 2300 રૂપિયા વધ્યા છે જ્યારે MCX પર ચાંદી 84,000 ના સ્તરને પાર કરી ગઈ છે. MCX પર સોનું આજે સવારે 612 રૂપિયાની તેજી સાથે 69,624 રૂપિયા પ્રલતિ 10 ગ્રામ જોવા મળ્યું. ગત કારોબારી સત્રમાં 69,011 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 564 રૂપિયાની તેજી સાથે 84,160 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી. જે ગત કારોબારી સત્રમાં 83,596 પર બંધ થઈ હતી.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 596 રૂપિયા ઉછળીને 69,905 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. કાલે ક્લોઝિંગ રેટમાં 69,309 રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 546 રૂપિયા વધીને 64,033 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 568 રૂપિયા ઉછળીને 83,542 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે. કાલે 82,974 રૂપિયાના સ્તરે ક્લોઝ થઈ હતી.