ગુજરાત પર મોટું સંકટ આવી શકે છે. કારણકે, હવામાન વિભાગની આગાહી બાદ આગાહીકાર અંબાલાલે પણ કહ્યું છેકે, ગુજરાતમાં લગભગ 50 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. જો આવું થશે તો સ્થિતિ ગંભીર બની શકે છે. ઘણા સ્થળોએ અકસ્માતના કેસ, છાપરા ઉડી જવાના બનાવ અને જૂના પુરાણા મકાનો અને રસ્તા પરના મસમોટા હોર્ડિંગ્સ ધરાશાયી થવાની દહેશત છે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે… આજે દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આજે ઉત્તર ગુજરાતમાં તો બનાસકાંઠા અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ નર્મદા અને ડાંગમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ અલર્ટ બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, તાપીમાં પડશે ભારે વરસાદ ડાંગમાં પણ ભારે વરસાદ પડવાની હવામાનની આગાહી આવતી કાલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પડશે ભારે વરસાદ છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં પણ પડશે ભારે વરસાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા