ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગર ઈન્ડિયા હાઉસમાં એક સમારોહમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન કારમાં તેના માતા-પિતા અને ભાઈ સવાર હતા. તે દરમિયાન એક કારે તેમની ગાડીને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.જોકે, તેને કોઈ ઈજા થઈ નથી. તેની માતાને ઈજા થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
પેરિસ ઓલિમ્પિકમાં મહિલા ગોલ્ફ ઈવેન્ટ 7 થી 10 ઓગસ્ટ સુધી યોજાવાની છે. દરમિયાન દીક્ષાની મેચ 7મી ઓગસ્ટે યોજાશે. ભારત તરફથી મહિલા ગોલ્ફ ઈવેન્ટમાં દીક્ષા સિવાય અદિતિ અશોક પણ ભાગ લઈ રહી છે.દીક્ષા પેરિસમાં પોતાના બીજા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. દીક્ષા ડાગરની કારનો અકસ્માત 30 જુલાઈની સાંજે પેરિસમાં થયો હતો.આ ઘટના બાદ દીક્ષાના પિતા કર્નલ નિરંદર ડાગરે કહ્યું કે, દીક્ષા સંપૂર્ણ સ્વસ્થ છે. તેમજ તે ઈવેન્ટમાં ભાગ પણ લેશે.