અમદાવાદના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ TDO લાંચ લેતા ઝડપાયા છે. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમના ઘરમાંથી 73 લાખ રોકડા અને સાડા ચાર લાખનું સોનું મળી આવ્યું છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ ટીડીઓ 20 લાખની લાંચ લેતા ઝડપાયો.. ACBએ તપાસ કરતા હર્ષદ ભોજકના ઘરથી મળ્યા 73 લાખ રૂપિયા અને સોનાનું બિસ્કિટ.. વાત એવી છે પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ 20 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા. ત્યારબાદ AMC ના આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજકના ઘરે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કોઈપણ સમયે કરી શકે છે હર્ષદ ભોજકને સસ્પેન્ડ. તેમની સાથે સંકળાયેલા અન્ય સ્ટાફની પણ થઇ શકે છે પુછપરછ. તંત્રના સત્તાધીશોમાં આ ઘટનાને પગલે હાલ વ્યાપી ગયો છે ફફડાટ…
ગોમતીપુરની એક જમીન માટે ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ સર્ટિફિકેટ આપવા માટે 50 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અંતે 20 લાખમાં તોડ થયો હતો. જમીનના માલિકે એસીબીમાં ફરિયાદ કરતા આશિષ પટેલની આશ્રમ રોડ પર આવેલી ઓફિસમાં છટકું ગોઠવાયું અને તેમાં લાંચિયા અધિકારીઓ આબાદ ઝડપાયા.જે બાદ એસીબીએ પ્રગતિ નગરમાં આવેલા હર્ષદ ભોજકના ઘરે સર્ચ કર્યું હતું.
ગુરુવારે રાત્રે 3 વાગ્યા સુધી તપાસ ચાલી. જે દરમિયાન 73 લાખ રોકડા અને સાડા ચાર લાખની કિંમતનું સોનાના બિસ્કિટ અને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ લાંચિયા અધિકારીએ રાજકોટના પૂર્વ TPI સાગઠિયાની યાદ અપાવી છે. જેના પર TRP ગેમઝોન આગકાંડ બાદ તપાસ ચાલી રહી છે. ત્યારે હવે ભોજક સાહેબને રિમાન્ડ પર લેવામાં આવશે આ પહેલા કઈ કઈ જગ્યાએ લાંચ લીધી અને કેટલી બેનામી સંપત્તિ છે તેની પણ તપાસ કરવામાં આવશે ACB ની ટીમ દ્વારા તેમના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. ACB ની ટીમ નાણાંની રકમની ગણતરી કરવા મશીન લઈને પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હર્ષદ ભોજક રાજકોટના મનસુખ સાગઠિયા સમકક્ષ લાંચ લેવામાં માહેર નીકળ્યો છે.