કર્ણાટક ના ગુલબર્ગા શરીફ થી સૈયદ નજીબ બાવા અને સૈયદ આમીર બાવા એ હાજરી આપી
વાગરા ના વીંછીયાદ ખાતે આવેલ ગાંડા બાવા ની દરગાહ પર ચોથો ઉર્સ યોજાયો હતો.સૈયદ સાદાત સહિત વીંછીયાદ, કોલવણા અને દુરદુર થી અનેક ગામના લોકોએ ઉપસ્થિત રહી ઉર્સ ની ઉજવણી કરી હતી.
વાગરા ના વીંછીયાદ ગામે હજરત મહંમદ સઈદ ઉર્ફે ગાંડા બાવા ની દરગાહ આવેલી છે.ગાંડા બાવા ની અનેક કરામતો થી તેમને માનવા વાળા અવગત હતા.તેમનો ચોથો ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી.કોલવણા ગામે થી તેમનો સંદલ કાઢવામાં આવ્યો હતો.ઉર્સમાં ગાંડા બાવના પીરો મુર્શદ હજરત હસનશાહ કાદરી ઉર્ફે બચુ બાવા ના પોત્રા સૈયદ નજીબ બાવા અને સૈયદ આમીર બાવા કર્ણાટક ના ગુલબર્ગા શરીફ થી
ઉપસ્થિત રહી સંદલ ની વિધિ કરી હતી.આ પ્રસંગે જોન્ટીબાવા,સોયબ બાવા,તોકીર બાવા સહિત ના સૈયદ સાદાતો હાજર રહ્યા હતા.ઉર્સ ના મોકા પર દિવસ દરમિયાન વડોદરા ના નાસીરભાઈ તરફથી બટાકા પુરીની ન્યાઝ નું અવિરત વિતરણ કરવામાં આવ્યુ હતુ.હાજર રહેલા અકીદત મંદ લોકો ને સાંજના સમયે ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી.ઉર્સ શરીફ માં ગાંડા બાવા ને ચાહવાવાળા સેંકડો લોકો દૂર દૂર થી ઉપસ્થિત રહી દુવાઓ માંગી ધન્યતા અનુભવી હતી.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.