દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ અકસ્માતમાં UPSCના ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો હજુ શમ્યો નથી ત્યારે વધુ એક UPSC વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજધાનીના જૂના રાજેન્દ્ર નગરમાં ભાડાના રૂમમાં રહેતી UPSCની તૈયારી કરી રહેલા મહારાષ્ટ્રના એક વિદ્યાર્થીનીએ તાજેતરમાં આત્મહત્યા કરી લીધી હતી અને સુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે, યુપીએસસીની આ વિદ્યાર્થીનીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે અને સુસાઈડ નોટમાં યુપીએસસીના વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસીસ માટે કયા-કયા પ્રકારના દબાણ હેઠળ તૈયારી કરે છે તે વિશે ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં તેણે રોજિંદા જીવનની સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
મળતી માહિતી મુજબ વિદ્યાર્થીએ 21 જુલાઈના રોજ આત્મહત્યા કરી લીધી હતી. માત્ર 6 દિવસ બાદ જૂના રાજેન્દ્ર નગરમાં જ એક કોચિંગ અકસ્માત થયો જેમાં 3 UPSC વિદ્યાર્થીઓ ડૂબી ગયા. સુસાઈડ નોટમાં વિદ્યાર્થિનીએ તેના માતા-પિતાની માફી માંગતા અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો અને શા માટે તેણે આત્મહત્યાનું મોટું પગલું ભરવું પડ્યું તે વિશે જણાવ્યું હતું.
વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં લખ્યું કે, મમ્મી-પપ્પા, મને માફ કરજો. હું હવે જીવનથી કંટાળી ગઈ છું. જીવનમાં માત્ર મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે, ક્યાંય કોઈ શાંતિ નથી. હવે મને શાંતિ જોઈએ છે. મેં આ ડિપ્રેશનમાંથી બહાર આવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ કંઈ થયું નહીં. હું ડોક્ટર પાસે પણ ગઈ ત્યાંથી પણ કોઈ મદદ મળી ન હતી.
વિદ્યાર્થીએ પોતાની સુસાઈડ નોટમાં આગળ લખ્યું છે કે, મારું એક જ સપનું હતું કે હું પ્રથમ ટ્રાયલમાં UPSC પાસ કરૂં. પરંતુ આવું ન થયું અને ત્યારથી હું ચિંતિત હતી. બધાને આ વાતની ખબર હતી અને તમામે મને સપોર્ટ પણ કર્યો પરંતુ હવે હું ખૂબ જ લાચારી અનુભવું છું અને હું ખુશીથી જવા માંગુ છું અને શાંતિથી જીવવા માંગુ છું.