પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. સેમિફાઈનલ મેચ 6 ઓગસ્ટના રોજ જર્મની સામે રમાશે. આ પહેલા ભારતીય હોકી ટીમ તેમજ તેના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા, સેમિફાઈનલમાં સૌથી અનુભવી ડિફેન્ડર અમિત રોહિદાસ વગર ટીમ રમશે. આવું એટલા માટે કારણ કે, ભારતના સ્ટાર ડિફેન્ડરને 1 મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અમિતને ગ્રેટ બ્રિટને સામે ક્વાર્ટર ફાઈનલમાં રેડ કાર્ડ મળ્યું હતુ.આ મેચ દરમિયાન તેની હોકી સ્ટિક ગ્રેટ બ્રિટેનના ખેલાડીના મોંઢા પર લાગી હતી. તેના કારણે તેને રેડ કાર્ડ મળ્યું હતુ. રેડ કાર્ડ મળ્યા બાદ અમિત રોહિદાસ આખી મેચમાં બહાર બેઠો હતો. હવે સેમિફાઈનલ મેચમાં પણ તે રમી શકશે નહિ.