બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા હોબાળા બાદ સ્થિતિ નિયંત્રણ બહાર છે. હિંસા એટલી ભડકી ગઈ છે કે બદમાશોના ટોળાએ પીએમના નિવાસસ્થાન પર જ હુમલો કર્યો હતો. વધી રહેલા હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે. તે હાલમાં ભારતમાં છે. બીજી તરફ બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ભીડ સડકો પર છે. જેમણે ગઈકાલે બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી
આ લૂંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે ખરેખર ચોંકાવનારા છે. કોઈપણ દેશના પીએમ આવાસમાં ભીડની આવી લૂંટ સામાન્ય નથી. એક વીડિયોમાં એક વિશાળ ભીડ ખુરશીઓ, ટેબલ, સોફા, કુરાન, લેમ્પ, મોંઘા પંખા, ફર્નિચર, પ્લાન્ટ્સ, આરઓ પ્યુરિફાયર, ટીવી, ટ્રોલી બેગ, એસી, ગાદલા અને વાસણોની લૂંટ ચલાવતી જોવા મળે છે.અન્ય એક વીડિયોમાં લોકો હસીનાના કપડા અને અંગત સામાન છીનવી લેતા જોવા મળે છે. આ સિવાય કોઈએ બગીચામાંથી બતક તો કોઈએ બકરી લૂંટી હતી.