Satya Tv News

અમદાવાદની ફી નિર્ધારણ કમિટીએ શહેરની ખાનગી સ્કૂલોમાં ફી વધારો કર્યો છે. ફી કમિટી દ્વારા જે શાળાઓની ફાઈનલ ફી નક્કી કરી છે, તેમાં સરેરાશ 5થી 7 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમુક શાળાઓને 10 ટકા સુધીનો વધારો પણ મળ્યો છે. ફી કમિટીએ 3 હજારથી લઇને 12 હજાર રુપિયા સુધીનો વિવિધ સ્કૂલોમાં વધારો કરવામાં આવ્યો છે.અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલનો 12 હજારનો ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તો અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓએ વધુ 12 હજાર રૂપિયા ચૂકવવા પડશે, કુલ ફી 1.20 લાખને આંબી જશે. ફી વધારા બાદ વાલીઓ પર આર્થિક બોજ ઝીંકવામાં આવ્યો છે.

error: