બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS અને SOGએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું MD ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટિરીયલ મોટી માત્રામાં ઝડપાયું હોવાનું સામે આવ્યુ છે. આજે આ સમગ્ર ઘટનાને પગલે ATS પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે. ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટરિયલ મળી આવ્યુ છે. આ અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશિલા પદાર્થનું રો મટરિયલ મળી આવ્યુ હતુ.