મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના મિત્ર અને જેમની ગણતરી ધાકડ બેટ્સમેન તરીકે થતી હતી તે વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય હાલ ઠીક નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને ફેન્સના હ્રદયભગ્ન થયા છે. જેમાં તેઓને ચાલવામાં ખુબ પરેશાની પડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ પહેલા ત્યાં ઉભેલી એક બાઈકનો સહારો લઈને ચાલવાની કોશિશ કરે છે અને ત્યારબાદ લોકોની મદદથી આગળ વધી શકે છે. પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનું સ્વાસ્થ્ય ખરાબ છે. કાંબલી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. દિલની બીમારી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓના કારણે તેમણે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. આશા છે કે તેઓ જલદી સાજા થઈ જશે અને તેમને જરૂરી સપોર્ટ મળશે.