મહારાષ્ટ્રના પુણેમાં ઝીકાના આઠ નવા કેસ નોંધાયા છે અને એ બાદ જિલ્લામાં ઝિકા વાયરસના કેસની કુલ સંખ્યા 81 પર પહોંચી ગઈ છે. ” અત્યાર સુધી સંક્રમિત લોકોમાં 26 સગર્ભા મહિલાઓ સામેલ છે, જેમની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ સ્વસ્થ છે. ‘ જાણીતું છે કે આ વર્ષે 20 જૂને પુણેમાં ઝિકા વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. 46 વર્ષીય ડોક્ટરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેની 15 વર્ષની પુત્રી પણ વાયરસથી સંક્રમિત મળી આવી હતી.
આ ઝિકા વાયરસ ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન માઇક્રોસેફાલી થઈ શકે છે. આ દરમિયાન મગજના અસામાન્ય વિકાસને કારણે બાળકનું માથું નોંધપાત્ર રીતે નાનું હોય છે. આ વાયરસ સંક્રમિત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ ફેલાવે છે. PMC આરોગ્ય વિભાગ મચ્છરોના પ્રજનનને રોકવા માટે દેખરેખ અને ધૂણી સહિત રોગચાળાને નિયંત્રિત કરવા માટે પગલાં લઈ રહ્યું છે.