ઉપરવાસમાંથી 2,92488 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3823.60 mcm લાઇવ સ્ટોરેજ પામી છે. નર્મદા ડેમ 70 ટકા સુધી ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના ઉપરી વિસ્તાર મધ્ય પ્રદેશમાં પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે.મધ્ય પ્રદેશના મહેશ્વર ઘાટ ખાતે નર્મદા નદીના પાણી ફરી વળ્યાં હતા. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા નદીમાં પાણી આવવાના કારણે મધ્ય પ્રદેશમાં આવેલ મહેશ્વર ઘાટના દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.