નર્મદા નદીમાં 1,35,000 ક્યુસેક પાણી છોડાયું
ડેમના 9 દરવાજા ખોલાતા 28 ગામોને એલર્ટ
MPના ઉપરવાસમાં વરસાદે નર્મદાનું જળસ્તર વધાર્યું
નર્મદા બે કાંઠે વહેતી, સુરક્ષા પગલાં તાકીદ
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા નદીનું જળ સ્તર વધ્યું છે. જેના પગલે સરદાર સરોવર ડેમથી 1.35 લાખ કયુસેટ પાણી છોડવામાં આવતા નર્મદા જીલ્લામાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે.
નર્મદા જિલ્લાના નર્મદા નદીમાં 1,35,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા બે કાંઠે વહેવા લાગી છે. સરદાર સરોવર ડેમના 9 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે, જેથી ડેમનું રૂલ લેવલ જાળવી શકાય. આ પાણી છોડવાના પગલે નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના કુલ 28 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મઘ્યપ્રદેશના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા આ પગલાં લેવામાં આવ્યા છે. નાગરિકોને સચેત રહેવા અને જરૂરી સુરક્ષા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.