Satya Tv News

બાંગ્લાદેશી યુવક છેલ્લા એક અઠવાડિયાથી બાયડનાં રમાસ ગામે રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃતિઓને લઈ ગામનાં કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. જે બાદ ગામનાં યુવકો દ્વારા બાંગ્લાદેશી યુવકને પૂછપરછ માટે બોલાવતા યુવક ડરનાં માર્યો બાઈક પર ફરાર થઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા અરવલ્લી એસઓજી પોલીસે શંકાઓનાં આધારે યુવકને ઝડપી પાડ્યો હતો.જીલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે જણાવ્યું હતું કે, ઓસઓજીની ટીમ દ્વારા બાંગ્લાદેશી યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયામાં કરાયેલ વાંધાજનક પોસ્ટ બાબતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

error: